મહત્વપૂર્ણ સુરક્ષા માહિતી

બાળ સુરક્ષા

ઇમર્જન્સી કૉલ કરવા

સુરક્ષા અંગેની સાવચેતીઓ

સુરક્ષા અંગેની સૂચના

વાંચન મોડ

વાંચન મોડને ચાલુ અને બંધ કરવા માટે બે રીત છે:

1. સૂચના શેડનાં ટૉગલ દેખાડવા માટે હોમ સ્ક્રીનની ઉપરથી નીચે સ્વાઇપ કરો, પછી વાંચન મોડ ટૉગલ પર ટૅપ કરો.

2. સેટિંગ્સ > ડિસ્પ્લે > વાંચન મોડ પર જાઓ. એ જ સ્ક્રીન પર, તમે આપમેળે વાંચન મોડ ચાલુ અને બંધ કરવા અને રંગ તાપમાન બંધબેસતું કરવાની વ્યવસ્થા કરી શકો છો.

1. 20-20-20 નિયમ: દર 20 મિનિટે 20 ફૂટ દૂર રહેલી કોઈક વસ્તુને 20 સેકન્ડ સુધી જોવું આગ્રહણીય છે.

2. આંંખો પટપટાવો: આંખની શુષ્કતા દૂર કરવા માટે, તમારી આંખો 2 સેકન્ડ માટે બંધ કરો, અને પછી તેમને ખોલો અને 5 સેકન્ડ માટે ઝડપથી પટપટાવો.

3. નજર ફરી કેન્દ્રિત કરવી: તમારી આંખોનાં સ્નાયુઓ માટે એ એક સારી કસરત છે કે તમારી સ્ક્રીનથી તમે જોઈ શકો એવાં સૌથી દૂરની જગ્યા પર જુઓ, ત્યારબાદ થોડીક સેકન્ડ માટે તમારી આંખોની સામે 30 સેમી દૂર રાખેલાં અંગૂઠા પર નજર કેન્દ્રિત કરો.

4. આંખો ઘુમાવવી: તમારી આંખો કેટલીક વખત ઘડિયાળની દિશામાં ઘુમાવો, પછી એક વિરામ લો અને તેમને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘુમાવો.

5. હથેળીઓ વડે દબાણ આપવું: તમારી હથેળીઓને એકબીજા સાથે ઘસો અને પછી તેમને તમારી આંખો પર થોડીક સેકન્ડ માટે સહેજ દબાવો.